જીવન
જીવન
આવો, કરું વાત જે સાણી છે,
જીવન બા'રની એ વાણી છે,
'અન'ની સાથે સંબંધો પણ વધારીએ,
માનું છું, એ જ તો ખરી કમાણી છે,
જરૂર પડે બધા કામ ના પણ આવે,
એ વાત, ક્યાં કોઈથી અજાણી છે ?
જો મહેક નફરતની ઊઠે આપણા બગીચે,
તો જરૂર સંબંધોમાં ઈર્ષ્યા કોઈકથી થવાણી છે,
વ્યક્તિની પરખવામાં ક્યાંક ચૂક પણ થાય,
ધરતી પર એ એક જ થોડી 'થીસાણી ચૈ' ?
આગળ વધતા સારું કેટલે મળશે,
વાત આ વર્ષોથી, સૌએ વખાણી છે.