STORYMIRROR

purvi patel pk

Action

4  

purvi patel pk

Action

દેશપ્રેમી

દેશપ્રેમી

1 min
368

સરહદ પર અડગ રહેતો, દેશવાસીની તું ફિકર કરનાર,

ઘર પરિવાર છોડીને પણ, દેશપ્રેમી, સરહદની તું રક્ષા કરનાર,


દિલમાં દુઃખ ગમે તેટલું હોય, દુશ્મનોનું તું ઢીમ ઢાળનાર,

દેશભક્તિ તારી રગ રગમાં વહેતી, અડગ થઈ શહીદી વહોરનાર,


ટાઢ, તાપ, વરસાદ ન અસર કરે તને, સબળ હિંમત હૈયે તું રાખનાર,

ગર્ભવતી ભર્યાને પણ એકલી મૂકે, રાત દિવસ દેશની તું રક્ષા કરનાર,


લડવા માટે સદૈવ રક્ત ઉબાલ, કરે ન કદી સામે કોઈ સવાલ,

સમરાંગણે શૂરવીર નરબંકો, શિર સાટે સદા તું લડનાર,


શૌર્ય અને શૂરવીર જાણે મિરાત મોંઘી ભારત તણી,

સિંહ સમ ગર્જના કરતો, શત્રુ સદૈવ નમાવી દે હથિયાર.


Rate this content
Log in

Similar gujarati poem from Action