STORYMIRROR

Vrajlal Sapovadia

Action Classics Inspirational

4  

Vrajlal Sapovadia

Action Classics Inspirational

રાષ્ટ્ર : અંકુરથી પરિપક્વતા સુધી

રાષ્ટ્ર : અંકુરથી પરિપક્વતા સુધી

1 min
0

રાષ્ટ્ર : અંકુરથી પરિપક્વતા સુધી


ને આ રાષ્ટ્ર સદાય શું તરોતાજું જ રહેશે?

કે બારણે ટકોરા સાંભળી, વૃદ્ધ પણ કહેશે?

શું જિંદગીભર બાળપણનાં મહેણાં જ સહેશે?

કે ક્યારેક પુખ્તતાનો પરિચય પણ વહેશે?


રાષ્ટ્ર કંઈ માણસ જેમ એક જ દિ’માં જન્મે?

કે એનો જન્મદિવસ કોઈ એક દિવસેે સન્માને?

એ તો રોજ કોરી કોરી અંકુરે, વધે ને વિસ્તરે,

વિકાસની પરિપક્વતાએ નમે, ને સૌનાં હૈયે વસે.


ક્યાંક ઇતિહાસનાં પાને એના પ્રશ્નો પૂછાશે,

કે સદીઓની મૂંગી વેદના ક્યારે ઉકલાશે?

શું જૂની જીતેલી બાજીઓ પર જ એ હરખાશે?

કે આવતી કાલના સૂરજને જોઈને મલકાશે?


રાષ્ટ્ર ક્યાં માત્ર સીમાઓની રેખામાં બંધાય છે?

એ તો કરોડો ધબકારાના તાંતણે ગૂંથાય છે.

વંટોળ આકરા વાય તોય મૂળ ક્યાં સુકાય છે?

દરેક ઘાવ સહીને એ વધુ અડીખમ થાય છે.


નથી જોઈતી એને કેવળ શબ્દોની ખુશામત,

એ માંગે છે કર્મનિષ્ઠાની અડીખમ અમાનત.

જ્યાં સ્વાર્થ ઓગળે, સહિયારી ચેતના પામે હિંમત,

ત્યાં જ પ્રગટે છે રાષ્ટ્રની સાચી મહત્તા અને કિંમત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action