વીર છે અમારા.
વીર છે અમારા.
મોતનું તાંડવ હશે
ને હશે લોહીની ધારા,
આ દેશ છે ભારત,
આ વીર છે અમારા,
પકડી પકડીને મારશે,
દિવસે દેખાડશે તારા,
આ દેશ છે ભારત,
આ વીર છે અમારા,
રોમેરોમ કંપન થશે,
ધ્રુજશે અંગ તમારા,
આ દેશ છે ભારત,
આ વીર છે અમારા,
લાશોના ઢગલા હશે,
હશે જય હિંદના નારા,
આ દેશ છે ભારત,
આ વીર છે અમારા,
સૂર્ય કહો કે ચાંદ,
જવાનો છે સિતારા,
આ દેશ છે ભારત,
આ વીર છે અમારા.
