સારથી
સારથી
જીદ કરી કૈકેયી ચાલી દશરથ રાજા સાથે,
નો'તુ આરામ વિરામનું સ્થળ;
યુદ્ધનું મેદાન;
ઘવાયેલા રાજા થયા લડાઈમાં બેશુદ્ધ,
કૈકેયી એ સંભાળ્યો ત્યારે રથ રાજાનો,
સુવાડ્યા રાજાને રથમાં, સારથી બની તે,
હંકારી ગઈ રથ, જંગલમાંથી મહેલ ભણી,
નીકળી પૈડાની ખીલી, મુસીબત ને આપત્તિ,
ખીલીના બદલે નાખી પોતાની આંગળી,
આખરે કૈકેયીએ હિંમતથી સફર કરી પૂરી,
સારવારથી હોશમાં આવી, કૈકેયીની,
જોઈ લોહીલુહાણ આંગળી, વાત આવી,
બે વચનની!!
સારથી થઈ રથના, રથને દિશા આપી,
મોંઘા બે વચન માંગી, જિંદગી જ લીધી,
શરૂ થયું રામાયણ, વાત ખૂબ લાંબી,
કૈકેયી થઈ સારથી, રામાયણ રચાઈ.
