ખુશી
ખુશી
ખુશી
મેં પૂછ્યું, “દેખાતી જ નથી ?
ક્યાં ક્યાં સમાઈ છે તું ખુશી?”
મંદ મંદ ક્યાંક અવાજ આવ્યો -
ગોતવા નીકળીએ તો ગોતી ના જડે
પણ બધાની અંદર જ સમાયેલી છું હું “ખુશી !”
નાના બાળક માટે માતાની ગોદમાં,
ઘોડિયાની સોડમાં, પપ્પા જોડે આવતા
રમકડામાં; જન્મદિવસની ઉજવણીમાં,
જન્મદિવસની ભેટો માં, અચાનક મળતી
ચોકલેટ કે આઈસ્ક્રીમમાં
આંખોની ચમકમાં ;ચહેરાના હાસ્યમાં
બધામાં સમાયેલી છું હું “ખુશી! “
પરીક્ષાના સારા ગુણ માં, ગમતી શાખાના
એડમિશનમાં, મિત્રોના ટોળામાં,
કોલેજ
જવા માટે પપ્પા તરફથી અપાતા
બાઈક કે સ્કૂટરની ચાવીમાં;
વરસતા વરસાદમાં મન મૂકીને ભીંજાવામાં
બધામાં સમાયેલી છું હું "ખુશી !"
પ્રિયતમના પ્યારમાં, સંતાનોના ચહેરામાં
ગૃહસ્થી સારી રીતે નિભાવ્યાના
સંતોષમાં, ઘરડા મા બાપ માટે
સંતાનો તરફથી થતી દરકાર માં
બધામાં સમાયેલી છું હું “ખુશી !”
ગોતવા નીકળીએ તો ગોતી નજરે ન જડે?
બસ બધાની અંદર જ સમાયેલી છું હું ખુશી!
નિસ્વાર્થ ભાવે કરેલી મદદમાં, ગરીબો માટે
ખૂબ મહેનત પછી પેટ ભરીને મળતા
ખોરાકમાં, બધામાં સમાયેલી છું હું “ખુશી !”