STORYMIRROR

Shweta Talati

Drama Thriller Tragedy

3  

Shweta Talati

Drama Thriller Tragedy

મા ની ગોદડી

મા ની ગોદડી

1 min
27.2K




જૂની સાડીઓ,

જૂની ચાદરો,

ફાટેલી શેતરંજીઓ કરી ભેગી,

માએ બનાવી એક સુંદર ગોદડી,

સુંવાળી સુંવાળી સુતરાઉ જૂની,

સાડીનું દીધું ઉપર આવરણ,

સુવાડી જ્યારે તેના ઉપર મને,

તેમાં હતી ક્યાંક અનેરી હુંફ,

હતો અહેસાસ માના સ્પર્શનો,

જાતે ગુંથેલી તે અખૂટ મમતાનો,

લાગતી તે માના ખોળા સમ,

હૂંફાળી, સ્નેહની સરવાણી,

વહાલી લાગતી બધા બાળકોને,

તે મા ની ગોદડી.

બજારથી આવતી મોંઘીદાટ,

ગોદડીઓ હવે, ક્યાં છે સમય?

એક જુઓ ને એક ભુલો તેવી,

ના વપરાય હવે, સૂવામાં ઓઢવામાં,

માની બનાવેલી જૂની ગોદડીઓ

વિસરાઈ ગઈ હવે "મા ની ગોદડી!"


Rate this content
Log in

Similar gujarati poem from Drama