STORYMIRROR

Shweta Talati

Others

1.0  

Shweta Talati

Others

સ્પંદન

સ્પંદન

1 min
13.9K


એમ તો "સ્પંદનો"ની હારમાળા છે આ જિંદગી;

પણ અમુક સ્પંદનોના મણકાથી વિશેષ બની છે; આ જિંદગી !


શાળામાં પરીક્ષા આપ્યા પછી, પરિણામ પત્રકહાથમાં આવતાં જ,

ખૂબ જ સારા ગુણ જોઈ માબાપના વ્હાલથી થતુ કેવું સ્પંદન ?


યુવાનીમાં ડગ માંડતાં જ થયું વળી એક "સ્પંદન" શરણાઈના સૂરમાં , ચહેરાના મલકાટમાં પાસે બેઠેલા "એમણે" અનુભવ્યું તો હશે

મારુ એ શર્મીલુ "સ્પંદન" !


થોડી કષ્ટદાયી અને થોડીક ખુશીથી ભરપૂર પીડા પછી જોવા મળ્યું

મુખડું પ્રથમ બાળકનુ કેટલુ અનેરૂં હતું એ માતૃત્વનુ "સ્પંદન"


મૃત્યુ આવીને ઊભું રહેશે જ્યારે બધાંને વિદાય કહેતી વેળા થશે

મારુ એ જિંદગીનું છેલ્લું 'સ્પંદન"


Rate this content
Log in