STORYMIRROR

HANIF MEMAN

Inspirational

4  

HANIF MEMAN

Inspirational

આજની નારી

આજની નારી

1 min
440

આજની નારી, સર્જનની ભાગીદારી.

સાહસ ને ધગશથી સિદ્ધિઓ પામનારી.


કામના દરેક ક્ષેત્રે નિભાવતી સરદારી,

જવાબદારીની આવડત ધરાવતી પનિહારી.


હંમેશા જતું કરવાની રાખતી સમજદારી,

જીવનભર સાસરીમાં નિભાવતી વફાદારી.


ઔલાદ સાથે દોસ્ત બની સદા રમનારી,

હમસફરની લાકડી બની પ્રેમ પીરસનારી.


આજીવન સહનશક્તિનો ભાર સહેનારી,

સુખ - દુઃખમાં પરિવારનો પડછાયો બનનારી.


છેલ્લા શ્વાસ સુધી કદીએ ન થાકનારી,

પ્રભુનું અનોખું સર્જન છે આજની નારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational