નવી શરૂઆત
નવી શરૂઆત
નવું વર્ષ તો એક જ વાર આવે છે,
જ્યારે નવો દિવસ તો રોજ આવે છે,
નવા દરવર્ષમાં આપણે સંકલ્પ લઈએ છીએ. જ્યારે,
નવો દિવસ દરરોજ આવે છે તો રોજ એક સંકલ્પ લઈએ,
આપણું જીવન એ એક ફળદાઈ ખેતર છે,
તો તેમાંથી વધારાનું ઘાસ, નિંદામણ કાઢી લઈએ,
જીવનમાં પ્રેમ, વિશ્વાસનો મબલક પાક ઉગાડીએ,
નકારાત્મક વિચારો દૂર કરી સકારાત્મક બની જઈએ,
જોવાની દ્રષ્ટી બદલી જીવનને ખુલ્લી આંખોથી નિહાળીએ,
સૂરજની માફક અવિરત પ્રકાશ ફેલાવતા જઈએ,
દરરોજ સવારે આપણે નવો જન્મ લઈએ છીએ,
તો નવી શરૂઆત કરી સફળતાના શિખર સર કરતાં જઈએ.
