STORYMIRROR

Archana Trivedi Archu

Inspirational

3  

Archana Trivedi Archu

Inspirational

દીવાનો પ્રકાશ

દીવાનો પ્રકાશ

1 min
129

આજે દિવાળીના દીવાના પ્રકાશ કરતાં પણ વધારે

એ બાળકની આંખો ચમકી રહી હતી,


આપણે ઘરમાં તો ઠીક સ્વપ્નમાં પણ જોઈ સ્વાદિષ્ટ મીઠાઈ 

એ બાળક વિચાર માત્રથી ભૂખ્યુ સૂઈ જતું આવશે કોઈ મીઠાઈ,


આપણે પરિવાર અને મિત્રો સાથે ખુશીઓભરી દિવાળી કરી

એ બાળકે તેના મસ્ત મજાના સ્મિતથી પરિવાર સાથે દિવાળી કરી,


હજારોના ફટાકડા લાવીને હું ખુશ નથી જેટલી

એ બાળક આકાશમાં ફૂટતા રંગીન ફટાકડા જોઈ ખુશ છે,


તો ચાલો એક નિર્ણય લઈએ,

હજારોના ફટાકડા બે કલાકમાં ધુમાડો કરીએ એ કરતાં

એ બાળકના મોંમાં બે કોળિયા ધરીએ, 

બની શકે એની દિવાળીનો આનંદ અનેરો થઈ જાય.....


આપણા ઘરના દીવાથી એ બાળકના ઘરમાં દીવો કરીએ

બની શકે એની દિવાળીનો આનંદ અનેરો થઈ જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational