અમે ગુજરાતી
અમે ગુજરાતી
મને ગુજરાતી ગમે છે અને
ગુજરાતી હોવાનો ગર્વ પણ છે હંમેશાં,
કેમકે અમે ગુજરાતીઓ ગમે તે પ્રકારના સંગીત પર ગરબે ઘુમી લઈએ,
કેમકે અમે ગુજરાતીઓ વાળુ કર્યા પછી પણ ફાફડા જલેબી ખાઈ લઈએ,
કેમકે અમે ગુજરાતીઓ મૂડી ગણ્યા પહેલા વ્યાજ ગણી લઈએ,
કેમકે અમે ગુજરાતી ઘરે આવેલા મહેમાનને ભગવાન બનાવી લઈએ,
કેમકે અમે ગુજરાતી બધી જ ભાષાઓ ગુજરાતીમાં બોલી લઈએ,
કેમકે અમે ગુજરાતી દુશ્મનને પણ દિલથી જીતી લઈએ,
કેમકે અમે ગુજરાતી ગમે તેવા અશક્ય કામને પણ શક્ય કરી લઈએ,
કેમકે અમે ગુજરાતી જિંદગી ભરપૂર આનંદ અને વટથી જીવી લઈએ,
કેમકે અમે ગુજરાતી વિદેશમાં પણ ગુજરાતની ખુશ્બુ ફેલાવી લઈએ,
બસ એટલા માટે જ તો અમે છેલછબીલા ગુજરાતી કહેવાઈએ.
