આઝાદી અમર રહે
આઝાદી અમર રહે
ચારેબાજુ ચાલુ હતા અત્યાચાર અંગ્રેજ તણા
એમાંથી મેળવવા મુક્તિ થયાં આંદોલન ઘણાં
મળી આઝાદી મોંઘેરી, એ આઝાદી અમર રહે !
અનેક શહીદવીરો એ આપ્યાં છે બલિદાન
ગુલામીમાંથી મુક્તિ મેળવવા કર્યા અનશન
મળી આઝાદી મોંઘેરી, એ આઝાદી અમર રહે !
હતી જ્યાં જિંદગી જીવવી ખૂબ કપરી
છતાં આઝાદી માટે હિંમત હતી ઝાઝેરી
મળી આઝાદી મોંઘેરી, એ આઝાદી અમર રહે !
અંગ્રેજોના રાજમાં લાવ્યા મહા આંધી
એ તો ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી
મળી આઝાદી મોંઘેરી, એ આઝાદી અમર રહે !
લોહીની જ્યારે વહી હતી ધરતી પર ધારા
આઝાદી માટે લગાવ્યા હતા સૌએ નારા
મળી આઝાદી મોંઘેરી, એ આઝાદી અમર રહે !
