STORYMIRROR

HANIF MEMAN

Inspirational

4  

HANIF MEMAN

Inspirational

વતનપ્રેમ

વતનપ્રેમ

1 min
382

છે ખુદામાં યકીન ને હૈયામાં વફા ધરાવું છું,

દેશની માટી કાજ જાન હથેળી પર રાખું છું,


મજહબી ચશ્માથી ન કરો મુજ પર શક,

દેશવાસી છું, હૃદયમાં હિન્દુસ્તાન રાખું છું,


કરું છું ઈબાદત ને મળી ઈમાનની બુનિયાદ,

બંદગી - દુઆઓમાં વતનની આબાદી માગું છું,


હિન્દુ- મુસ્લિમની એકતાએ કર્યો દેશ આઝાદ,

આઝાદ દેશમાં હર માનવની સુખ, સમૃદ્ધિ ચાહું છું,


તિરંગો છે મારી શાન અને દેશ પ્રત્યે છે માન,

વિશ્વફલક પર દેશ રહે આગળ એ જ આશા રાખું છું,


વિવિધતામાં છે એકતા, એનું છે અભિમાન 'રાજ',

માનવી થઈ માનવીને ભાઈચારાનો સંદેશ આપું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational