આશા
આશા
તિમિરમાં રોશની પાછી પથરાશે,
અંધારી રાત પછી દિવસ આવશે,
નચિંત રહો, બધું ઈશ્વર પર છોડીને,
મઝધારે ડૂબીને પણ તરી જવાશે,
હોય જો હિંમત તો રસ્તો મળી જશે,
સતત ચાલવાથી મંઝિલ મળી જશે,
ઘોર નિરાશામાં છુપાઈ છે એક આશા,
શોધવાથી તો ભગવાન પણ મળી જશે.
