સપૂતો તમને નમન
સપૂતો તમને નમન
સપૂતો તમને નમન, જીવન દેશ માટે ન્યોછાવર કર્યુ,
આત્મઘાતી આદિલે આકાશ લોહીથી રંગ્યુ.
આધુનિક આયુધનો કરી ઉપયોગ જીવન હણી ગયા,
સપૂતો તમને નમન આકાશ પણ આજે ગમગીન છે.
શાંતિચાહક ભારતીયોં પર હુમલો કરી,
ચીન, પાકિસ્તાને મિત્રભાવ રાખી જવાનો હણ્યા.
કેટકેટલા સપૂતોના જીવનનુ બલિદાન પોકારે છે,
સપૂતો તમને નમન આકાશ પણ ૠણી છે.
ભાવના હવે જીવતું પાકિસ્તાનને રખાય ના સપૂતો,
સચ્ચાઈ માટે જીવન છે ત્યાં સુધી લડશે જવાનો.
હાથે કરીને પાકિસ્તાને મરવા ધાર્યું છે,
સપૂતો જીવન અર્પણ કરી આકાશમાં ત્રિરંગો લહેરાવશે.
