જિંદગીની મજા
જિંદગીની મજા
આ વૃક્ષો, આ વાતાવરણની પણ એક મજા હોય છે,
કોણે કહ્યું કે જિંદગી એક સજા હોય છે.
કોઈક વાર ખુલ્લા આકાશ નીચે ઊભા તો રહો,
તારલાઓ અને ચંદ્રની પણ વિવિધ કળા હોય છે.
જંગલમાં જઈને જુઓ તો પ્રાણીઓ વિવિધ મળે,
નદીકિનારે પતંગિયા ઘણાં હોય છે.
રણમાં ચારેકોર રવિ જ દેખાય છે,
મૃગજળ તણી પાણીની ભ્રમણા હોય છે.
જીવનના રસ્તે મળે છે લોકો અનેક,
મદદ કરતા માણસો પ્રભુ તણા હોય છે.
સુખ આપતાં સુખ મળે, દુઃખ આપતાં મળે દુઃખ,
પ્રભુ દ્વારા મળતાં પ્રતિસાદ હંમેશા બમણા હોય છે.
