STORYMIRROR

Jigna Upadhyay

Others Tragedy

3  

Jigna Upadhyay

Others Tragedy

કેમ જઈશ

કેમ જઈશ

1 min
14K


ઘેરી વળ્યો છે અંધકાર, કેમ જઈશ

ના રહ્યો કોઈ આધાર, કેમ જઈશ


કુદરતની સંગ ચાલીને

પામ્યો આ આકાર, કેમ જઈશ


અધૂરા છે શમણાંઓ

મૂકીને સઘળો ભાર, કેમ જઈશ


જીવનની આ દશા સામે

બની હું લાચાર, કેમ જઈશ


વ્યસ્તતામાં ડૂબી રહી

ના કર્યો કશો વિચાર, કેમ જઈશ


સપના જોવામાં વ્યસ્ત રહી

ના થયા એ સાકાર, કેમ જઈશ


Rate this content
Log in