કોને ખબર
કોને ખબર
આજ જીવી લે તું પણ આ આનંદમાં;
કાલ થનાર ફેરફારો કોને ખબર ,
દુનિયા લાગે રંગીન અવિસ્મય ;
ક્યાં લગી રે' આ જન્મારો કોને ખબર ,
પ્રેમને ઠેસો ને નફરતનો જન્મ આ;
શું ઈચ્છે આ પામનારો કોને ખબર,
ખંતને નિષ્ઠા પચાવી કાર્ય કરું;
પણ રિઝે ના તારનારો કોને ખબર,
વૃત્તિ રાખી છે નિર્દોષ, સ્વાર્થહીન ;
પણ મળે ના આવકારો કોને ખબર.
