અભિલાષા છે
અભિલાષા છે
હૈયે છે આશા સુંદર જીવન જીવવાની,
જીવન બાગમાં ફૂલ બનીને મહેકવાની,
દરેક પળને તહેવારસમી ઉજવવાની,
હોય દુઃખ તોયે મધુરા ગીતો ગાવાની,
ઝરણાંની માફક સતત ને સતત વહેવાની,
વાદળની જેમ સતત ને સતત વરસવાની,
પતંગિયાની જેમ સતત ઊડ્યા કરવાની,
અભિલાષા છે મુક્ત જીવન જીવવાની,
તમન્ના છે પંખી બની આકાશે ઊડવાની,
હૈયે આશ છે મને આકાશને ચૂમવાની,
મળે નિષ્ફળતા તોયે લાખો પ્રયાસ કરવાની,
સફળતાના અદ્ભૂત શિખરને પામવાની,
અભિલાષા છે દુઃખનાં ડુંગર ઓળંગવાની,
સુખના સાગરમાં ડૂબકી મારવાની.
