દુઃખમાં પણ મો મલકાવતીરહી
દુઃખમાં પણ મો મલકાવતીરહી
સંબંધોના ખેતરમાં પ્રેમનું બીજ વાવતી રહી,
સૌને મારા સાચા દિલથી હું ચાહતી રહી.
સૌને મારા મારા કરીને હેતનું જળ પાતી રહી,
અંધકાર ભર્યા જીવનમાં ઉજાસ ફેલાવતીરહી.
સંબંધોમાં જાત સાથે સમજૂતી હું કરતી રહી,
સૌ પર હેતની હેલી હું વરસાવતી રહી.
જાતને રડાવીને હું સૌને હસાવતી રહી,
મારી જાત ને હું સદા અવગણતી રહી.
ના મળ્યો કોઈનો સાથ તોય મનને મનાવતી રહી,
ઉપરછલ્લી ખુશીઓ થકી મનને બહેલાવતી રહી.
અગણિત પડકારો છતાં હું હસતી રહી,
દુઃખમાં પણ હું મો મલકાવતી રહી.
