Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagruti zankhana meera

Tragedy

3  

jagruti zankhana meera

Tragedy

વીતતાં વર્ષે

વીતતાં વર્ષે

1 min
122

લો આજે આવી ગયો, વર્ષનો દિવસ આખરી,

થોડીક વાતો શાંત ચિત્તે, મેં મારા મન સાથે કરી !

શું કર્યું મેં ? કેમ કર્યું ? કોને માટે કરતી રહી ?

સવાલો હતાં આરપાર, દિલ પર બની છરી,

વીતતી પળો, ઘડી ને પ્રહર સાથે જિંદગી,

શું પામ્યું ? શું ખોઈ બેઠી ? પીડા હતી એ આકરી !

સરવૈયા મેં માંડ્યા સંબંધે, વાર્ષિક હિસાબોનાં,

લે આ શું ? નફાનું નહીં નામ ! ને ખોટ નકરે-નકરી !  

દાહ લાગ્યો ભીતરે, દાવાનળે 'ઝંખના' જલી, 

પછી 'મીરાં'એ બની ફિનિક્સ રાખમાંથી બેઠી કરી !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy