STORYMIRROR

jagruti zankhana meera

Tragedy

3  

jagruti zankhana meera

Tragedy

વ્યસ્તતાનાં વાંકે

વ્યસ્તતાનાં વાંકે

1 min
207

ઊગતી દરેક સવારની મજા રહી અધૂરી, વ્યસ્તતાનાં વાંકે.

વર્ષોથી ઊંઘ જાણે થઈ શકી ન પૂરી, વ્યસ્તતાનાં વાંકે,


જિંદગીની મીઠાશ જે મમળાવવી હતી 

બની ગઈ તીખી, ખાટી, કડવી ને તૂરી, વ્યસ્તતાનાં વાંકે,


તમન્નાઓ જે બધી ઘૂમતી હતી ચોપાસ,

હૂલાવવી પડી ક્રૂરતાથી છૂરી, વ્યસ્તતાનાં વાંકે,


હતી જે ખુશીની ક્ષણો, સાવ હાથવેંતમાં,

અરેરે ! એનાથી રહી કેવી આ દૂરી, વ્યસ્તતાનાં વાંકે,


ખુદ પોતાની જાત સાથે મુલાકાત ન થઈ, 

'મીરાં'ની બધી 'ઝંખના' ગળી ગઈ મજબૂરી, વ્યસ્તતાનાં વાંકે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy