Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagruti zankhana meera

Romance

4  

jagruti zankhana meera

Romance

મિલન ઝંખના

મિલન ઝંખના

1 min
290


કદીક આપણો પ્રણય આંખે, આશાદીપ થઈ ઝળહળે,

કદીક તારો દીધેલ વિરહ, દરિયો બનીને ખળભળે !


હૃદય છે આ કાચ સમ, નથી કોઈ પતાનો મહેલ! 

કે જો તૂટે તો એમ કેમ, આસાનીથી કળ વળે !


બરછટ બની ચૂકી છે, મારી ભીતરની સંવેદના,

ના, તું પ્રેમથી પંપાળ નહીં, છો તે મને હર પળ છળે !


ધૂમાડાને દૂર બેસી, જોયા કરજે તું પ્રિયતમ,

રાખ નીચે અંગાર છે, ઈચ્છાને કહો ચૂપચાપ બળે !


દૂર આમ તો હડસેલીને, બેઠી છું મિલનની 'ઝંખના',

તોય તારી વિરહ વેદના, સામટી જો ટોળે વળે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance