ઊગતો છોડ
ઊગતો છોડ
ઊગતો છોડ ને નાનું બાળક વાળો તેમ વળે,
મળે જો બંનેને યોગ્ય પોષણ તો મહેનત ફળે.
માળી કરે મહેનત,ઉઠાવે થોડી જહેમત,
તો ચોક્કસ ખુદાની ઉતરે એના પર રહેમત.
ખાતર પાણી જતન યોગ્ય સમયે જો મળે,
જોને આ નાનકડો છોડ પણ વટવૃક્ષ બને.
છાયો અને ફળ ફૂલની એ ભેંટ આપે,
વરસાદને પણ જોને એ તાણી લાવે.
ઊગતા છોડની જો તમે સદા રાખો દરકાર,
તો ગમે તેવા સંજોગોની સામે આપેપડકાર.
આંગણની શોભા બને આ ઊગતો છોડ,
જોને આંગણને મજાનું મહેકાવે ઊગતો છોડ.
