STORYMIRROR

Arjun Gadhiya

Inspirational Others

4  

Arjun Gadhiya

Inspirational Others

મિત્ર

મિત્ર

1 min
26.3K


ખભા પર હાથ મૂકીને હૈયુ હળવુ કરી જાય છે,

સાચો મિત્ર મળે તો જીવનના દુખો ભુલાવી જાય છે.


કેવો જ્ઞાની હશે ! કે, હાસ્ય પાછળની વેદના જાણી જાય છે,

સંકટના સમયે આવીને એ સહારો બની જાય છે.


એવુ નથી કે આંગળી પકડીને આગળ કરી જાય છે,

પણ દુખના ટાણે એ બાવડુ પકડી બાથ ભરી જાય છે.


એના પ્રેમની આગળ બધુ જ વામળુ બની જાય છે,

દુષ્કાળની ઘડીમા પણ એ વ્હાલ વરસાવી જાય છે.


સંસારની અંદર જ્યારે મારી જગ્યા બુરાઈ જાય છે,

ત્યારે પણ મિત્રના દિલમા મને સ્થાન મળી જાય છે.


જીવનમા જ્યારે 'અર્જુન'ની જેમ હિંમત હારી જવાય છે,

ત્યારે મિત્ર આવીને મહાભારતનો કેશવ બની જાય છે.


મિત્ર વગરનુ જીવન જાણે કાંટાળુ બની જાય છે,

પણ મળે સાચો મિત્ર તો કાંટામા પણ ફૂલ ખીલી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational