STORYMIRROR

Bharat Thacker

Inspirational Others

1.3  

Bharat Thacker

Inspirational Others

પુત્રી માટે પિતા

પુત્રી માટે પિતા

1 min
29.5K


પિતા એ પુત્રીની પહેચાન હોય છે

પિતા એ પુત્રીની શાન હોય છે

દુઆ સ્વરુપમાં રહે છે જીંદગીભર

પિતા એ બેટી માટે વરદાન હોય છે


પિતા બહારથી બેદર્દ હોય છે

કારણકે તે મર્દ હોય છે

પિતાને સમજવું પડે અંદરથી

પિતા જેવો ક્યાં કોઇ હમદર્દ હોય છે?


પિતા પુત્રીના સપનાઓનું સ્પંદન હોય છે

પિતા શાતા આપતુ ચંદન હોય છે

પિતા હંમેશા રહે છે અંદરથી ભીંજાયેલા

પિતા-પુત્રીના સંબંધને સહુના વંદન હોય છે


પિતા એ પુત્રીનો વિશ્ર્વાસ હોય છે

પિતા જીંદગીમાં ખાસ હોય છે

પિતા નથી રહેતા જીંદગીભર

પિતાનો પ્રેમ આસપાસ હોય છે


પિતાની પુરા કુટુંબ પર વગ હોય છે

પણ પુત્રીનું એ સમગ્ર હોય છે

લગ્ન પછી પુત્રી થઇ જાતી હોય છે અલગ

પણ પિતા દિલની લગોલગ હોય છે.

          


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational