દરેક સમસ્યાની સામે પડકાર આપુ
દરેક સમસ્યાની સામે પડકાર આપુ
દિલની વાતોને શબ્દોનો આકાર આપુ છું,
હૈયાનું દ્વાર ખોલી આપને આવકાર આપુ છું.
હોય ભલે ને ગમે તેટલા ઝંઝાવાતો જીવનમાં,
દરેક સમસ્યાની સામે હું પડકાર આપુ છું.
મારા પોતાના લોકો માટે બલિદાન આપુ છું,
દુઃખમાં હું એને પૂરો સહકાર આપુ છું.
જેમ વેલડીનો આધાર છે આ વિશાળ વૃક્ષ,
એમ મુશીબતમાં હું એને આધાર આપુ છું.
લઈ એની દુઃખોની વણઝાર મારા પર,
હું એને સુખોનો કિંમતી ઉપહાર આપુ છું.
