રૂઆબ
રૂઆબ
આમ સીધા લોકોને તું સતાવ નહીં,
તારી ખોટી ધમકી એને બતાવ નહીં,
શાંત રહેતા માણસને વતાવ નહીં,
કોઈ પરિવારમાં તું વેર કરાવ નહીં,
તારી મુઠ્ઠી બંધ રાખ ખોલાવ નહીં,
ખોટો રૂઆબ કોઈ પર ચલાવ નહીં,
બીજાઓને તું મર્યાદા મૂકાવ નહીં,
કોઈના બંધ મોઢાઓ ખોલાવ નહીં,
નિર્દોષ લોકોનો બલી ચઢાવ નહીં,
કોઈને અવળે માર્ગે ડગ ભરાવ નહીં,
લોકોને ડરાવી પારકું ધન પડાવ નહીં,
તારી જાતને તું હોંશિયાર ધરાવ નહીં,
કોઈ દિલને ઠેસ પહોંચાડી દુભાવ નહીં,
સંપત્તિનું ઘમંડ લોકોને કદી બતાવ નહીં,
માટીની આ કાયાને લાડકી બનાવ નહીં,
અંદર અરીસો મેલો બહાર સજાવ નહીં,
કોઈના લગ્નજીવનમાં આગ લગાવ નહીં,
તું ભલે હોય સિકંદર બીજાને ડરાવ નહીં,
છેલ્લે માટી સાથે માટી, અમર બતાવ નહીં,
"પ્રવિણ"કલમને વિરામ આપ ચલાવ નહીં.
