જીવન રંગમંચના આપણે કિરદાર
જીવન રંગમંચના આપણે કિરદાર
જીવન રંગમંચના આપણે છીએ કિરદાર,
મળે જે પાત્ર એનો સહર્ષ કરીએ સ્વીકાર,
જીવી લઈએ ખૂબ જશ્ન મનાવી લઈએ,
ઉદાસીનો કરી દઈએ આપણે પ્રતિકાર,
જિંદગી દુઃખભરી રાત્રી છે ક્યારેક,
તો ક્યારેક સુખભરી છે મજાની સવાર,
જિંદગી કઈ અધમ કે પામર વસ્તુ નથી,
એ તો છે ઈશ્વરનો અણમોલ ઉપહાર,
હીરા મોતી કરતા છે જિંદગી અણમોલ,
હરેક પરિસ્થિતિનો તું કરી લે સ્વીકાર.
