હેતની હેલી વરસાવી દેજે
હેતની હેલી વરસાવી દેજે
સૌના હૈયાની ધરામાં પ્રેમને વાવી દેજે,
દોષ અવરના તું હૈયે દફનાવી દેજે,
મળ્યો છે આ મોંઘેરો માનવ દેહ તને,
ધરતી પર હેતની હેલી વરસાવી દેજે,
ભલે ને લાખો દર્દ હોય તારા હૈયે તો પણ,
બીજાના હૈયા સુખેથી હરખાવી દેજે,
હંમેશા તારા સુખની ચિંતા જ નહીં કરતો,
બીજાનું જીવન પણ તું બદલાવી દેજે,
સુખ દુઃખ તો જીવન રથના બે પૈડાં છે,
મળે દુઃખ તો પણ તું એને અપનાવી લેજે,
વિકટ પરિસ્થિતિમાં ઈશ્વરમાં આસ્થા રાખજે,
આભાર માનવા શરણોમાં સર ઝૂકાવી દેજે.
