STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આજનું આકાશ

આજનું આકાશ

1 min
5

આજે કેવું સોહામણું લાગે છે ગગન !

પ્રકૃતિ આખી ઈશ્વરના ધ્યાનમાં છે મસ્ત મગન !


આ કોયલ કરે ટહુકાર આંબાવાડીમાં,

પંખીઓને પણ આભે ઊડવાની લાગી લગન,


ફૂલ અને ભમરો કરે આપસમાં ગુફ્તગુ, 

જાણે ફૂલોથી મહેકી રહ્યો છે આખો ચમન !


પ્રકૃતિનું બેહદ બેનમૂન સૌંદર્ય જોવા કાજે,

આજે તરસી રહ્યા છે દરેક માનવીના નયન,


કોઈ વિરહિણી તડપી રહી છે મિલન કાજે,

જાણે એને લાગી છે મિલનની બેહદ અગન,


રોજિંદી જરૂરિયાતો માટે ભાગતો આદમી,

જાણે કુદરતના સાનિધ્યમાં શોધે છે સુકુન !


જોને પંખીઓ સાત સૂરમાં ગાઈ રહ્યા છે,

મહેકનો ઈજારો રાખી ઝૂમી રહ્યો છે પવન,


કુદરતનો આ રમણીય અદ્ભૂત નજરો જોઈ,

મારું મન કરી રહ્યું છે આ ઈશ્વરને નમન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational