STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

વત્સલ

વત્સલ

1 min
9

ભલે કોઈ બુરાઈ કરે કદી મનમાં નવ લાવજો,

પણ બુરાઈનો બદલો તમે ભલાઈથી આપજો.


ઘણા ચહેરાઓ આવશે સન્મુખ જોઈ ચાલજો,

ગમતા ચહેરાઓ રાખી, અણગમતાને ટાળજો.


રંગોથી ભરેલી દુનિયા, જોઈને પસંદ કરજો,

તું નાનો અને હું મોટો એવું કદી નવ રાખજો.


ઈશ્વર હૃદયમાં બિરાજે તો બીજે ના શોધજો,

આગંતુક આવે આંગણે આવકારો આપજો.


વત્સલ સ્વભાવ રાખી સૌની સાથે મળજો,

જિહ્વા આપી બોલવા તો મધુરવાણી બોલજો.


ભવસાગર તરવા આવ્યા સારી રીતે તરજો,

પાપના પંથે જતા પહેલા ઉપર નજર કરજો.


નિહાળી રહયો ગગનવાસી એ ધ્યાન રાખજો,

ભ્રાંતિ રૂપી ભૂત વળગ્યું હોય તો કાઢી નાખજો.


મારું મારું શબ્દ મુખમાંથી કદીય નવ બોલજો,

ઈશ્વરનું છે, દસ્તાવેજ કરી ખાતે ના કરજો.


ભલે રહેતા માયાવીનગરીમાં, માયાળુ બનજો,

દેશમાં શાંતિ,જળવાય રહે, તોફાનો ને ટાળજો.


મુખ મુરઝાયેલું નહિ, જીવનભર હસતું રાખજો,

મજબૂરીનો લાભ લઈ કોઈનું પચાવી ના પાડજો.


 દેહનો કોઈ ભરોસો નથી, અભિમાન છોડજો,

ધ્યેય સારો રાખી સત્યના મારગ પર ચાલજો.


દયા એ ધર્મનું મૂળ છે, તો સૌની પર રાખજો,

થઈ હોય ભૂલ જીવનમાં, છેલ્લે માફી માંગજો.


દેહ વિલય થાય તે પહેલા હરિ નામ રટજો,

રહી જશે યાદ હસતા મુખે નવા ઘેર વસજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational