હોં
હોં
જેવા હોય તેવા જ્યાં ત્યાં કળાતા નહીં હોં,
ખોટા ઢીકા પાટું કદી પણ ખમતા નહીં હોં,
દુર્જન લોકો કદીય કોઈને ગમતા નહીં હોં,
કોઈ માણસને ખોટી રીતે ઘસતા નહીં હોં,
કોઈપણ તમને ચગાવે તો ચગતા નહીં હોં,
સીધા માણસોને તમે કદી છેડતા નહીં હોં,
રાત્રે મોબાઈલ જોઈ બહુ જાગતા નહીં હોં,
ડરી જઈને દુશ્મનોની સામે ઝૂક્તા નહીં હોં,
સાત સાડલા ભેગા થાય ત્યાં ટકતા નહીં હોં,
કોઈ માણસને આપેલ વચન ઠેલતાં નહીં હોં,
નિર્ભય બનજો કોઈ ડરાવે તો ડરતા નહીં હોં,
ઢાળ મળે ત્યાં ધ્યાન આપજો ઢળતા નહીં હોં,
કોઈ સાથે ક્યારેય પણ સંબંધ તોડતા નહીં હોં,
ખોટી અથડામણો થાય ત્યાં થોભતા નહીં હોં,
પ્રેમથી જ વંચિત લોકોની સામે દેખતા નહીં હોં,
કોઈ કાન ભંભેરણી કરશે કાન ધરતા નહીં હોં,
નમવું પડે ત્યાં નમજો ખોટી રીતે નમતા નહીં હોં,
દંભથી ભરેલા લોકોની સાથે તમે પડતા નહીં હોં,
કોઈ ઈજ્જત નથી તેની સંગાથે ફરતા નહીં હોં,
કોઈ બનાવે બલિના બકરા તો બનતા નહીં હોં,
કોઈ ઊંધા પાઠ ભણાવે તો કદી ભણતા નહીં હોં,
કોશિશ કરી આસમાન આંબવા મથતા નહીં હોં,
વ્યાજખોરો પાસેથી કદી રૂપિયા યાચતા નહીં હોં,
ખોટી રમત સમાજ સાથે રહીને રમતા નહીં હોં,
ખોટા નામ ડાયરીમાં કોઈનાં પણ લખતા નહીં હોં,
કોઈને મદદરૂપ બની સમાજમાં વાગતા નહીં હોં,
કૃત્રિમ અરીસો સજાવી ખોટા શોભતા નહીં હોં,
સારા દેખાવવા ખોટા શણગાર સજતા નહીં હોં,
કોઈની મજાક મશ્કરી કરી બહુ હસતા નહીં હોં.
