ઊગતો છોડ છું
ઊગતો છોડ છું
હું ભીંત ફાડીને ઊગી નીકળેલો છોડ છું,
એ જિંદગી, તે આપેલા કોયડાઓનો તોડ છું,
જિંદગીની રેસમાં વણથંભી દોડ છું,
માનવીના હૈયે ઊગતો આશાનો છોડ છું,
આ અટપટા જીવનનો હું નિચોડ છું,
દિલમાં ઊગતા સવાલોનો હું ફોડ છું,
ફંટાઈ દિશા, ફંટાઈ રસ્તાઓ,
ત્યારે અચાનક મળી જતો હું મોડ છું,
મારી કોઈ જોડ નથી,
હું તો એકદમ અજોડ છું.
