માટીનાં છોરું
માટીનાં છોરું
જીવનમાં ઝંઝાવાતો આવે તો સામનો કરજે,
રાખજે હૈયે હામ ને આ સંસાર સાગર તરજે,
શ્રદ્ધાળુ બની જઈ ભગવાન પર શ્રદ્ધા રાખજે,
બની જા, માનવ ખરો, એક સારી ભાત પાડજે,
મન વિચલિત થાય તો, ઈશનું સ્મરણ કરજે,
હૃદય ભાવ રાખીને તું બસ એક માનવ બનજે,
સારા રહી સમાજમાં, લોકો પર તું પ્રેમ રાખજે,
કોઈની ખોટી વાતો સાંભળવા ના કાન ધરજે,
ક્ષતિ થઈ જાય લોકો સાથે તો તું માફી માંગજે,
નીકળી જાય કોઈથી કટુ વેણ મનમાં ના લાવજે,
સમાજમાં સારી છાપ ધરાવી પ્રતિષ્ઠિત બનજે,
એક જ માટીનાં છોરું છીએ અલગ ના માનજે,
એક જ પરિવાર આપણે, અલગ નવ ગણજે,
પડે જરૂર એકબીજાને તો પોતાના માની દોડજે,
ના લેવી બદદુઆ કોઈની, સારી દુઆ તું પામજે,
આવે કોઈ માનવી આંગણે તો આવકાર આપજે,
પૂછી તેમના સુખ - દુઃખ ને થોડો સમય કાઢજે,
મુશ્કેલી હોય તો નીકળવા કોઈને રસ્તો પૂછજે,
આમ ગમગીન બની ચહેરો નિસ્તેજ ના કરજે,
ભાવિક લોકો પણ વસે છે અહીં તેમને મળજે,
કાઢી આપશે માર્ગ તને ખોટા સંતાપને ટાળજે,
આમ સારું જીવન જીવી સૌના હૃદયે વસજે,
અંતસમયે સૌની માફી માંગીને દેહ છોડજે,
"પ્રવિણ"તારા ગમન પછી પણ લોકોને ગમજે.
