તું ભાઈ
તું ભાઈ
તું ભાઈ કોઈ વાતે સમજતો નથી કા,
મા તે મા બીજા વનવગડાના હોય વા.
ઈશ્વર છે તારા ઘરમાં તો બીજે શું જા,
બીજા તને કડવા લાગે તું મીઠો કા થા.
કુદરતી હવા મૂકી તું એ.સીની નવ ખા,
જમવાનું બહુ ઓછું તારે પીધા કરે ચા.
કોઈ તને પૂછે નહિ તો એડવાન્સ કા થા,
તારા ભાણે માખી તો બીજે ઉડાડ ના.
સમાજમાં રહી, પાછળથી ના ખેલ દા,
કામમાં કોઈના આવવું નહિ ને પાડે હા.
