નરમાંથી નારાયણ થાય
નરમાંથી નારાયણ થાય
ગોળ નાખો તમે એવું ગળપણ થાય,
ચાહત હોય તમારી એવું સગપણ થાય,
હોય હિંમત તો કશુંય અશક્ય નથી ક્યાંય,
અન્યના સહારે કાચનો ટુકડો દર્પણ થાય,
દેવાવાળો તો ક્યાં દુબળો હતો ક્યારેય !
એક બીજનું જોને કેવું મણ મણ થાય !
હોય જો હૈયે અતૂટ શ્રદ્ધા અને આસ્થા,
તો નરમાંથી પણ જોને નારાયણ થાય,
હોય જો અડગ આત્મવિશ્વાસ હૈયે,
તો ગમે તેવી મુસીબતનું નિવારણ થાય.
