STORYMIRROR

krupali k

Romance

4  

krupali k

Romance

રંગ ઘોળ્યો

રંગ ઘોળ્યો

1 min
381

કેસૂડાંની પાંદડીનો રંગ લાગ્યો આજ પાકકો, 

હૈયાની હાટડીએ રંગ ઘોળ્યો મેં ઘાટ્ટો,


મધરાતે મોહન સંગ ગોપીઓની રાસલીલા,

મેં તો કાલિન્દીને ઘાટે દીપ ધર્યો છે ઝાંખો,


રંગીલા હોઠો પર છલકાતી મુસ્કાન જોઈ,

અંગેઅંગ પર ગુલાલ ખોબો ભરીને ફેંકયો,


કાજળની કાળાશ ફરી વળી છે ઉરમાં ને,

રેલાતી પાંપણે મીઠી ફરિયાદનો તાર છેડયો,


ગોકુળની કુંજ ગલીઓમાં વાલમનો સાદ,

અંતરના આંગણે નવરંગો લઈ આવી ઊભો,


લાગણીની પિચકારી ભરી એ આવે રંગવા,

મેં તો પ્રેમની પ્યાલી ઢોળીને હરપળ રંગ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance