પ્રણય
પ્રણય
જુનો થઈને પણ વધતો જ જાય છે,
પ્રેમ મારો બેહિસાબ છે જનાબ બસ વધતો જ જાય છે.
ગમે એટલા બદલું મારા રસ્તા જીવનના,
તું જ મંજીલ છે બસ રસ્તા તારી તરફ જ વળ્યા જાય છે.
ના પકડું કલમ કે પાનુ દિવસમાં ક્યારેય,
તારા વિચાર માત્રથી સઘળું લખાતું જાય છે.
નથી પરવાહ શ્વાસ લઈ જીવવાની વધારે,
તારા પ્રણયના સહારે બધું જ ચાલ્યે જાય છે.
બાકી તો શું લખે 'હરી' તારા વખાણ,
પ્રણય મારો જ બેશરમ છે સાહેબ વધતો જ જાય છે,

