STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Romance

4  

Mahendra Pandya 'નાદ'

Romance

બને છે

બને છે

1 min
373

જોયું તેને નભ ફલકમાં ! ને, ફરી જાય 

ડૂબે, 

ને, પાછું વાદળછલક લાલી ભર્યા ગાલ 

ચૂમે, 

ગૂંજે એવો જ કલરવ જે ગીત ન્યારુ બને છે, 

ગાતું જાતું ! ઉપર ઊડતું ! ગીત એનું 

ગમે છે.


પાંખો એની પલપલ પણે, આભમાં રોજ

ઘૂમે,

ક્યાં છે એનો પંખપથ, નહીં આજ ડાળી' ય ઝૂમે,

ક્ષિતિજે દિવસ ! સરસ ડૂબી અજાણ્યો બને છે,

ને, તે સાથે મન રમણ આકાશનું એ ભમે છે,


ડાળે પેલી ! તરુ લય લતા, પ્રણયી હા !

બને છે,

એ સાંજે વ્યોમ ઘનદલ આકાશ ક્રિષ્ન બને છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance