પ્રેમ
પ્રેમ
1 min
27.2K
પ્રેમની રાહે 'અજીજ' ચાલી પડ્યો છું,
કે જાણે તમારા પડછાયે જ જડ્યો છું.
પ્રેમના મધુર સ્વર હું છેડી રહ્યો છું,
કે જાણે રવ તમારો જ સાંભળી રહ્યો છું.
સાથે નથી આપણે તો પણ સાથ માણી રહ્યો છું,
કે જાણે ભર ઉનાળે મૃગજળને પકડી રહ્યો છું.
આ સબંધોની માયાજાળ ઉકેલવા મથી રહ્યો છું,
કે જાણે તમારા નામની એક ગૂંચમાંં જ ગૂંચવાયો છું.
નવા જનમમાં ફરી મારા 'અજીજ' મળવા માંગું છું,
કે જાણે તમારા જ આતમનો પડછાયો બનવા માંગું છું.

