તારી ય આંખમાં
તારી ય આંખમાં
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
13.8K
તારી ય આંખમાં મને વંચાય છે ઘણું,
તરવા ચહું છું તો પણ ડૂબાય છે ઘણું,
બારાક્ષરીની જેમ એ ગોખી શકાય ના,
એવો છે વર્ણ પ્રેમનો ભુલાય છે ઘણું,
લાગે છે પ્રેમમાં જે માલામાલ થઈ ગયાં,
દિલ પામતાં પહેલાં અહીં લુંટાય છે ઘણું,
કોણે કહ્યું છું ખાલી, છલોછલ હજુય છું,
વાદળ નથી છતાં ય તો વરસાય છે ઘણું,
મળવાની એકમેકને તાલાવેલી ઘણી,
સામે મળોને આંખથી પૂછાય છે ઘણું,
પુસ્તક નથી કે આપું હું પ્રસ્તાવના એની,
આવો વિચારમાં અને મંડાઈ છે ઘણું,
સૌની નજરમાં ત્યારથી "જોગી" ચડી ગયો,
કારણ વિનાનું જ્યારથી ચર્ચાય છે ઘણું.