STORYMIRROR

MILAN LAD

Others Romance

4  

MILAN LAD

Others Romance

આશા

આશા

1 min
26.6K


રાખીને પણ એક જ આશા રાખી હતી,

હજારોમાં એક તને પોતાની માની હતી.


તારા હ્રદયમાં શું છે એ ના હતી ખબર,

કહું તો ! પ્રેમની મે બંધ બાજી ખેલી હતી.


તારી સાદગીમાં તારી સુંદરતા જોઈ મે,

ત્યારથી જ ચાહત તારા માટે બની હતી.


અશિષ્ટ કેશ તારા ગાલોને ચુમતા ત્યારે,

ઈર્ષ્યાની ઝળી મારા મનમાં વરસતી હતી.


સ્વાર્થી બની ગયો હતો તને પામવાને,

પણ, જબરદસ્તી મેં ક્યારેય કરી ના હતી.


અપેક્ષા એટલી હતી તને મારી બનાવીશ !

ક્યારે ? એ તો ક્યાં મને પણ ખબર હતી.


પણ હા ! ઈરાદો મજબૂત હતો તને લઈને,

તું નહિ તો ! ફરી પ્રેમની કોઈ વાત ના હતી.


તારા પર હકની મહોર ના લગાવવી મારે!

તને પામવા ઈશને મે પ્રાર્થના જ કરી હતી.


મને ચાહવાનું તનેય કોઈ કારણ જડે હવે,

રાખીને પણ બસ એટલી જ આશા રાખી હતી.


Rate this content
Log in