STORYMIRROR

Shaurya Parmar

Romance

4  

Shaurya Parmar

Romance

પામું છું

પામું છું

1 min
26.3K




એકલતામાં તને પામું છું,

ભરબજારમાં તને પામું છું,


અજવાળું હોય કે અંધકાર,

સૂતા જાગતા તને પામું છું,


ધબકારા છે તું, પ્યાર છે તું,

શ્વાસે શ્વાસે તને પામું છું,


પંખીઓના કલરવમાં શોધી,

કોયલના કંઠમાં તને પામું છું,


ઘેઘૂર વડલે લીલેરા લીમડે,

મીઠા છાયામાં તને પામું છું,


નદીના પાણીએ વાતા વાયરે,

મીઠડા મેહુલિયે તને પામું છું,


હોય પહાડો, હોય જંગલો,

ડગર ડગર તને પામું છું,


દુઃખના ડુંગર સુખના સમંદર,

હૈયાની અંદર તને પામું છું.



Rate this content
Log in

Similar gujarati poem from Romance