ખંજન ને ખાડા
ખંજન ને ખાડા
એ જરાક અમથું મલક્યા ત્યાં
ગાલના ખાડામાં પોલાણ સર્જાણું
જેમ હળવેકથી એક કૂણું -કૂણું
વમળ પાણીમાં લહેરાણું
જોઈ -જોઈ અમારું હૈયું
એવું હરખાણું
જાણે પેટમાં એક મનમોજી
પતંગિયું ફસાણું
આ ક્રમ ઝાઝો ચાલ્યો ને
જીવન અમારું બદલાણુ
એ એમના રસ્તે ગુમ એમની
ખોજમાં અમારા પગમાં છોલાણું
ઘણા વર્ષો બાદ મળ્યા એ ખંજન જેના
પોલાણમાં હતું એકનું એક દિલડું ખોવાણું
ધારી ધારીને જોયું કે ગાલના ખાડાને
ઝાંખો પાડે એવા આંખના ખાડામાં કૈક દેખાણું
ખબર પૂછતા ય અમારું
તો નાદાન મન કચવાણું
રહી રહીને સવાલ થાય છે કે
એ ખંજન ખાડામાં કેમનું ફેરવાણું ?

