ચંદ્ર
ચંદ્ર


અમાસની ઓથે છૂપાયો ચંદ્ર જો,
વેદનાની વાત એ શું જાણે ભાગેડુ,
વિશ્વાસનો 'ઘૂંઘટ' ઓઢેલ જો,
ચાંદની હજીય શોધે એ નિર્દયીને,
દઝાડતી શીતળતા ચાંદનીને,
બેપરવાહી ઝળકે કળાઓમાં,
ઝાઝેરી આશ પ્રિયતમાને આજ,
તારા પર થઈ સવાર શોધે ઉજાસ,
ચંદ્રલોકના અટકેલ છે દ્વાર,
જોયા તેણે દેવ શિરે રે નાથ.