તમે પણ ખરા છો
તમે પણ ખરા છો

1 min

46
શબદ ખેરવો છો તમે પણ ખરા છો,
અમી ઘોળવો છો તમે પણ ખરા છો.
જુઓ લોકડાઉન ઘડીક છે કહીને,
સમય ફેરવો છો તમે પણ ખરા છો.
કયા ઝોનમાં પૂછતા એમ ખાલી,
ફરી છેતરો છો તમે પણ ખરા છો
નથી દુઃખ કશું કેદ ઘરમાં રહીને,
કહી ભોળવો છો તમે પણ ખરા છો.
જો માને ન લોકો તો દંડો ઉગામી,
સૌ ને કેળવો છો તમે પણ ખરા છો.
આ છાપા ને ગૂગલ કરી આંક પાકા,
વળી મેળવો છો તમે પણ ખરા છો.
મદિરા ખરી કારગર વાયરસમાં,
ને મધ ભેળવો છો તમે પણ ખરા છો.
લખું છું ને જોતા નથી શેર એકે,
પછી તોલવો છો તમે પણ ખરા છો.