અલૌકિક આભ
અલૌકિક આભ
પર્વતોની
સીધમાં
ખળ -ખળ વહેતા
ઝરણાં
ગીત ગાતાં -ગાતાં
કહી રહ્યાં કે
આખું આકાશ મે
બાન માં લીધું છે,
સૂરજ ને
પણ કહી
દીધું છે
જરાય આકરા નહિ
થવાનું
નહિ તો
જોયા જેવી થશે,
જુઓને
એ બીકમાં તો
સૂરજનો સાથ
વાદળાં આપી રહ્યાં
રંગો બદલી,
ક્યાંક રાતા
ક્યાંક ભૂરા
ક્યાંક કાળા
હવાની સાથે
આમ તેમ ફરતાં,
હવાઓ પણ
તાળી પાડે
અને
મારી ચંચળતામાં
વધારો કરે,
આસપાસના
પથ્થરો
મારાથી
ભીંજાતા
નવા આકાર
બનાવે,
રાત્રે ચાં
દ
તારા મને
નિરખવા
ખુદ જ પધારે,
છું ને હું
અદ્ભુત
અલૌકિક
ત્યારે આભ સ્મિત કરી કહી રહ્યું:
હા, જાણ્યું તુજને
માણ્યુ તુજને
પ્રિયે છેક ઉપરથી
તાક્યું તુજને,
ક્યારેક આવીશ
હો
ચાંદ તારા લઈ
રંગો ઘોળી
બનાવેલા
મેઘધનુષ લઈ,
તારા નીરમાં
ઝબોળી ઝબોળી
મેઘ સમ
મોરપીંછ
લઈ તારી
ગાથા લખીશ,
અલૌકિક આભમાં
સમાય જાય એવું તું
મધમીઠું ઝરણું,
ભળી જાજે મુજમાં
ધરિણી
સાથે કરાવજે
મુલાકાત,
અલૌકિક આભ ને
એ દુર્લભ ધરાની
હંમેશા વાટ.