STORYMIRROR

Jignasha Trivedi

Fantasy Inspirational

3  

Jignasha Trivedi

Fantasy Inspirational

રંગ સંગ

રંગ સંગ

1 min
201

રહેવું મારે તારા રંગની સંગ સંગ

મેઘધનુષી ઝાંય

તારા ગાલ પર લગાડવી 

આખા આભે ખીલવવી 

ફૂલોની સુગંધ,


રહેવું મારે તારા રંગની સંગ સંગ

કેસૂડાંની કેસરવરણી

લેવી મારે ભીની ગંધ

ભગવા તનથી ભગવા મનથી થાઉં,


રહેવું મારે તારા રંગની સંગ સંગ

ઓનલાઈન દુનિયાની

રંગીલી વાતોથી દૂર રહી

મજા લેવી ગુલાલની 

ખરડાવા હાથને દિલ

ને સાચુકલા રાખવા સંબંધ

રહેવું મારે તારા રંગની સંગ સંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy